About Us
અમદાવાદ માં ૧ ગરીબ ઘર એવું છે , જ્યાં ૧ ટાઈમ જમવાનું બરાબર નથી મળતું કેમકે કનુભાઈ ને નાનપણ થી ડાયાબિટીસ છે, અને એમના ૧ પગ નો અંગુઠો પણ કપાવેલ છે અને તો પણ કનુભાઈ રીક્ષા ચલાવે છે ઘર ભાડાનું છે અને એનું ભાડું પણ રૂ .૫૦૦૦/- છે એમનો ૧૬ વર્ષ છોકરો પણ નાનપણ થી અપંગ છે એમના પત્ની સવારે થી સાંજ સુધી બીજા ના ઘર કામ કરીને મુશ્કેલી થી ઘર ચલાવે છે ત્યાં અમે માનવ સેવા ટ્રસ્ટ માંથી હવે દર મહિને ફ્રી માં સીધું -સમાન (કરિયાણું ) પહોંચાડી શુ અને અત્યાર સુધી માનવ સેવા ટ્રસ્ટ માંથી આ ૨૩ મું ઘર છે. અને આના શીવાય અમારા માનવ સેવા ટ્રસ્ટ માંથી દર મહિને 23 ગરીબ ઘર સુધી ફુલ સીધું -સમાન (કરિયાણું ) આપવામાં આવે છે.